***
જીવન ની એકે એક, ક્ષણ ને પ્રભુ, ઓગાળી દે, તારામાં તું,
મારું અવતાર કૃત્ય, એક જ છે, એક જ છે, તું મને મળે,
મારું અવતાર કૃત્ય, એક જ છે, એક જ છે, હું તને જોઉં, જીવન ની ...
આ આંખોમાં આંસુ, ઝુરણના હોય, કોમલતાના હોય, પળે પળે,
આ આંખોમાં આંસુ, આનંદ ના હોય, અહોભાવના હોય, પળે પળે, જીવન ની ...
તમે આવીને પ્રભુ, શૂન્ય કરો, મને શૂન્ય કરો, આ ચિંતાઓથી,
તમે આવીને પ્રભુ, શૂન્ય કરો, મને શૂન્ય કરો, આ અંહકારથી, જીવન ની ...
તમે આવી ને પ્રભુ, પૂર્ણ કરો, મને પૂર્ણ કરો, ગુણભાવન થી,
તમે આવી ને પ્રભુ, પૂર્ણ કરો, મને પૂર્ણ કરો, અસ્તિત્વ થી,
***
જીવન માં પ્રભુ તું:
જીવન માં પ્રભુ તું, મારી આંખો માં પ્રભુ તું,
ધ્યાન માં પ્રભુ તું, મારા શ્વાસો માં પ્રભુ તું...
તારા વિના પ્રભુ, મને એકલડું લાગે,
દર્શન દેવા ને, તમે આવો ને પ્રભુ...
તારા વિરહની વ્યથા, કોને કેહવા જાઉં પ્રભુ,
લૌકિક સુખ હવે, કારમું લાગે છે પ્રભુ...
દર્શન દુર્લભ છે, સુલભ કૃપા થી પ્રભુ,
આ ઉદાસીન આનંદ, સૌને આપો ને પ્રભુ...
અરજી સૂણો તમે, આ યાચકની પ્રભુ,
ભવસાગર નો સાહિલ, તમે લાવો ને પ્રભુ...
***
પ્રભુ મારા:
(તમન્ના ફિર ... રાગ ...)
પ્રભુ મારા બની જાશે, જો સાચા સેવક થયી જાશું...
આતમ અનુભવ મળી જાશે, જો પૂર્ણ સમર્પિત થયી જાશું...
*** દેવ ગુરુ ધર્મ પસાય રે:
દેવ ગુરુ ધર્મ પસાય રે, પછી શાના રહે કષાય રે?
પાંચે ઇન્દ્રિયો જિતાય રે, નિર્વિકલ્પ મન થાય રે !!!
ભાવ વ્રુધ્ધિ અનુભવાય રે, મોહ દ્રશ્ટિ પલટાય રે,
આતમ અનુભવ પમાય રે, ધન્ય ધન્ય થઈ જવાય રે !!!
સંયમ જીવન સધાય રે, અપ્રમત્ત ધ્યાન ધરાય રે,
ક્ષપક શ્રેણી મંડાય રે, કેવલ ગ્યાન લહાય રે !!!
પ્રભુ શરણુ જો ગ્રહાય રે, સૌના મન વચન કાય રે,
પ્રભુ પ્રેમ માં તણાય રે, દુ:ખ નો દરિયો તરાય રે !!!
આપણા થી કાંઇ ના થાય રે, પ્રભુ દ્વારા બધુ કરાય રે,
દેવ ગુરુ ધર્મ પસાય રે, ગુરુ જણ પુઆ થી પમાય રે !!!
*** તડપન સમરણ...
(રાગઃ બંધન બંધન ઝંખે મારું મન..., ચંચલ ચિતવન...)
તડપન સમરણ હર પલ હર પલ, મન ઝંખે પ્રભુ તને મલવાને,
દરિશન દો ઓ પ્રાણ પ્યારેસર, બસ એજ રટણ મુજ અંતરીએ...
તારા વિરહ ની વ્યથા માં આ સેજડી, આંસુઓની ધારા માં ભીની થયી છે,
તારા અભિયન્તર અરૂપી આ રૂપ ને, મારો આતમ પ્રગટાવવાં અધીરો થયો છે,
તારી ક્રુપા વિના એ શક્ય નથી, બસ ખાલી કરી દે કર્તા બુધ્ધિને... તડપન સમરણ...
તારી કરુણા વરસે પ્રભુ સવિ જીવ પર, હું સ્વાર્થી નિર્દયી બની જીવી રહ્યો છું,
તમે પર કહ્યા પુદગલ અને વિભાવો ને, હું સર્વ જીવો ને પર માની બેઠો છું,
મને સ્વ-પર ભેદ સમજાયો નથી, બસ તિમિર હણો જ્ઞાન અજવાળે... તડપન સમરણ...
તારી ભક્તિ ની પ્રભુ મને લગન લાગી છે, સમતા સુશ્રુષા ની મને પ્રિત બંધાઇ છે,
સંસાર ની અપેક્ષા સર્વ શુન્ય થઈ છે, સ્વાધ્યાય સત્સંગ થી શ્રધ્ધા થોડી સ્થિર થઈ છે,
તારી અમી દ્રશ્ટિનો હું પાત્ર બનું, બસ આપી દે આતમ અનુભવને... તડપન સમરણ...
આ મનુષ્યનો ભવ સફળ બનાવી દે, મને ગુપ્તિ સમિતિ ના રંગે રંગી દે,
ગુરુ ચરણોમાં જીવન સમર્પિત બને, એમનાં યોગે ઉદાસીન આનંદ સમીપે રહે,
ભવ સાગર નો સાહિલ લાવી દે, બસ જોડી દે પ્રેમના તાંતણીએ... તડપન સમરણ...
"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
0 comments:
Post a Comment