Saturday, June 4, 2011

good ones


માપો નહીં, પામો
પૃથ્વી પરનો મોટા ભાગનો માનવ-સમાજ દુઃખી છે, તેના વિવિધ કારણોમાંનું એક કારણ છે – અન્યને માપવાની ટેવ… માણસને એ કુટેવ છે, બીજાને સતત માપ્યા કરવાના… પોતાની ફૂટપટ્ટી નાની છે, તે જાણવા છતાં આવી પ્રવૃત્તિમાં તેને ન જાણે કેવી 'મજા' પડે છે ! માણસને 'માપવા'ને બદલે જો 'પામવા'ની વૃત્તિ આવે, તો જગતભરની વિષમતા-વિટંબણા આપોઆપ દૂર થઈ જાય. માપવા જતાં છિદ્રાન્વેષી દષ્ટિ કામ કરે. પામવામાં શુદ્ધ સ્નેહ-અનર્ગળ પ્રેમ સક્રિય બને… સામેનાને પામવા પ્રયાસ કરવો, એટલે આપણી નિર્વ્યાજ લાગણીની અભિવ્યક્તિ કરવી ! (પડઘો પડ્યા વગર રહે ?)
એકાંત
સંસારના સઘળા ઘોંઘાટ વચ્ચે, અનેક લોકોની આવનજાવન વચ્ચે, સારા-માઠા પ્રસંગોમાંથી પસાર થતાં, ગમતી-અણગમતી પ્રવૃત્તિની જંજાળ વચ્ચે, દિવસની જબ્બર વ્યસતતા વચ્ચે કે રાત્રિના ઊંઘના અભાવે ગોથાં ખાતા, ખુશીના માહોલમાં કે ગમગીનીની સ્થિતિમાં – જેને પણ પોતાનું એકાંત મેળવતા આવડી ગયું તે જીતી ગયો ! પોતીકા એકાંતની વિશિષ્ટ મનોમય સ્થિતિમાં જે થોડા શ્વાસ લઈ શકે છે, તે ગમે તેવા ઊંડાણમાં તરી શકે છે, બાકી – ડૂબનારાને આપણે ક્યાં નથી જોયા ?


"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.


0 comments: