Monday, May 16, 2011

Fw: good ones



service doesn't start when you have something to give; it blossoms naturally when you have nothing left to take.


ધીરજ એટલે તમે કેટલી રાહ જોઇ શકો છો એ નહિ
પરંતુ રાહ જોતી વખતે તમે કેવી રીતે વર્તો છો તે…



માફી માગવી એનો અર્થ એ નથી કે તમે ખોટા છો અને સામેની વ્યક્તિ સાચી છે પણ એનો અર્થ એ કે તમે સંબંધનું મૂલ્ય તમારા અહમ કરતાં વધુ આંકો છો !!

જીવવું સરળ છે, પ્રેમ કરવો સરળ છે, હસવું સરળ છે, કોઇને સમજવું એય સરળ છે, બહુ જ મુશ્કેલ છે, સરળ બનવું !!! 


મા કેમ સ્પેશિયલ છે ?
જ્યારે હું વરસાદમાં પલળીને આવ્યો,
ભાઇએ કહ્યું, "તારી છત્રી કેમ નહોતો લઇ ગયો ?"
બહેને કહ્યું, "વરસાદ રોકાય ત્યાં સુધી રાહ જોવી'તી ને !!"
પપ્પાએ ગુસ્સે થઇ કહ્યું, "શરદી થશે એટલે ભાન આવશે !!"
માએ મારા વાળ કોરા કરતાં કહ્યું, "વરસાદ, મારું બાળક ઘરે આવે ત્યાં સુધી તારાથી થોભી ન શકાય ?
 

સમય અને શિક્ષકમાં થોડો ફેર છે,
શિક્ષક શીખવીને કસોટી લે છે
સમય કસોટી લઇને શીખવે છે !!


સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !

તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી


"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.


0 comments: