Tuesday, March 8, 2011

શાશ્વત અસ્તિત્વ



હું મનુષ્ય નથી, હું પુરુષ નથી;
હું સ્ત્રી નથી , હું બાળક નથી;
નથી કોઈ મારી જાત કે પાત;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
ન હું જન્મુ ને, કદી ના મરુ;
ન હું શ્વસુ ને, ન હું વસુ કશે;
સઘળું કાઈ મારામાં ઓતપ્રોત;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
ન કોઈ મારો દેશ, ન ભાષા;
ન હું કશું બોલું, ને ન ચૂપ રહું;
આસપાસ સર્વત્ર,અહી ને આઘે;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
વિવિધ દૃશ્ય તરંગો મુજમાં ઊઠે;
અને વળી શમે, પાછા મુજ મહી;
ઉષાસંધ્યાના રંગો, શમે કાળરાત્રીમાં;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
સુતો ત્યારે સ્વપ્નમાં, વિલસી રહ્યો;
જાગ્યો તો મુજ વિણ, કશુ ના મળે;
જાગ્રત,સ્વપ્ન ને વળી સુષુપ્તિમાંયે;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.

"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.


1 comments:

Shrish Jain said...

this is amazing one..Sahil Bhai.. agar aap ise hindi me type kar de tau majaa aa jayee :)