Prabhu is Ready.. Are we Ready...
પ્રિય માનવ,
તમને જે આપવામાં આવ્યું છે તે સઘળાંની કદર અને કાળજી કરતાં શીખો. તમારી પાસે જે છે તે
બધું મારી પાસેથી જ આવે છે એવું તમને બરોબર સમજાઇ જાય ત્યારે તમે એમ જ કરશો. તમે
આપનારને ખરેખર ચાહતાં જ હો છો ત્યારે તેણે આપેલા ઉપહારનું પ્રેમથી જતન કરો છો. પણ
તમે જ્યારે મારી ભેટની કાળજી લેવાનું ચુકી જાઓ છો ત્યારે એમાં મારા પ્રત્યેનું, એ બધી ભેટો
આપનાર પ્રત્યેનું વલણ પ્રગટ થાય છે. પ્રેમ એ જ ચાવી છે. તમે પ્રેમનો અર્થ જાણો છો ત્યારે
તમારી સંભાળ હેઠળ જે મૂકવામાં આવ્યું છે તે બધા માટે પ્રેમ અને કાળજી રાખવાનું તમે ચુકતા
નથી. બાળકને તમે કોઇ બહુમૂલ્ય સાધન રમવા માટે આપતાં નથી કારણ કે તમે જાણો છો કે
બાળક એનું ધ્યાન નહિ રાખી શકે. અને કદાચ તોડી ફોડી નાખશે. ઘણી બધી વસ્તુઓ, તમને
આપવા માટે હું રાહ જોઉં છું. પણ તમે એની સંભાલ રાખતાં ન શીખો, પ્રેમ અને કાળજીપૂર્વક
એનો જે રીતે ઉપયોગ કરવો જોઇએ તે કરતાં ન શીખો ત્યાં સુધી તમને એ હું આપી શકું નહિ
એટલે હું તમને મારી વધુ ને વધુ ભેટો આપી શકું તે પહેલાં તમે એને માટે તૈયાર થાઓ તેની
મારે ધીરજથી રાહ જોવાની છે.
હંમેશા તમારી સાથે જ
ઇશ્વર
સાભાર * 'ઓપનિંગ ડોર્સ વિધિન' * એઇલીન કેડી * અનુવાદ ઇશા કુન્દનિકા
"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
0 comments:
Post a Comment