પ્રિય માનવ,
અમુક બાબત તમે જ્યાં સુધી અજમાવી ન જુઓ ત્યાં સુધી તમને કદી ખબર નહિ પડે કે એ
કારગત છે કે નહિ. ચાંપ પર આંગળી મૂકીને દબાવો નહિ ત્યાં સુધી ખબર નહિ પડે કે એમાં
વીજળી છે કે નહિ. એ કામ કરે છે એ પુરવાર કરવા માટે તમારે કોઇક ક્રિયા કરવી પડે. એવું જ
શ્રદ્ધાનું છે. તમે ખાલી બેઠાં બેઠાં શ્રદ્ધાની વાત કર્યા કરો પણ એના વડે જીવો નહિ અને તમારે
મન એનો શો અર્થ છે તે કોઇ જોઇ શકે નહિ તો એ બધું નિરર્થક છે. તમારી સલામતી બેંક
બેલેંસમાં હોય અને મરજી પડે ત્યારે એમાંથી ઉપાડ કરી શકાય છે એમ તમે જાણતાં હો તો, ત્યારે
શ્રદ્ધા વડે જીવવાની વાતો કરવી એનો કોઇ અર્થ નથી. એ તો જ્યારે તમારી પાસે કાંઇ કરતાં
કાંઇ ન હોય અને તમે ઊંડી ખાઇના છેડે ઊભાં રહીને પગલું ઉપાડી શકતાં હો અને તમારાં શ્રદ્ધા
અને સલામતી મારામાં રોપાયેલાં અને દૃઢ થયેલાં હોવાને કારણે તમે દેખીતી રીતે અશક્ય
લાગતી બાબતો કરતાં હો ત્યારે તમે શ્રદ્ધા વડે જીવવાની વાત કરી શકો અને એનું જીવંત
ઉદાહરણ બની શકો. તો જાઓ, તમારી શ્રદ્ધાને કસોટીએ ચડાવો અને પછી જુઓ કે શું થાય છે !!
હંમેશા તમારી સાથે જ
ઇશ્વર
"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
0 comments:
Post a Comment