ડિસ્કવરી ચેનલ પર પંડિત રવિશંકરના જીવન પર કાર્યક્રમ –
"સિતાર વગાડતી વેળા તમને શું અનુભૂતિ થાય છે ?"
"સામાન્ય રીતે તો ખૂબ રિયાઝ પછી જ જાહેરમાં વગાડવાનું હોય છે તેથી ખ્યાલ હોય છે કે શું વગાડવાનું છે છતાં જેમ જેમ સૂરમાં તલ્લીન થતા જવાય તેમ તેમ તેનું માધુર્ય અસ્તિત્વમાં ઓગળવા માંડે છે. તેનો પાશ ઘટ્ટ થતો જાય છે. એક તટસ્થ છતાં મોહક સંમોહનમાં ચાલ્યા જવાય છે અને તેમાં પણ ક્યારેક અચાનક નવી મીંડ આવી જાય કે સૂરમાં પલટો આવે ત્યારે તો સમગ્ર અસ્તિત્વ રણઝણી ઊઠે છે. માથાથી પગ સુધી એક અદભુત આંચકો લાગે છે. શરીર સ્થિર રાખવું અતિ મુશ્કેલ બને છે. એ પળ અદભુત હોય છે."
અને બીજા એપિસોડમાં પંડિત રવિશંકર પુત્રી અનુષ્કા સાથે સીતાર વગાડતાં દેખાય છે. આંખ બંધ કરીને સૌંદર્યથી છલકાતો તેમનો વૃદ્ધ ચહેરો ગાઢ સમાધિમાં છે. તાર પર આંગળીઓ ફરી રહી છે. તેમની આંખમાંથી અનર્ગળ આંસુ વહ્યે જાય છે. અનુષ્કાના હાથ વારંવાર થંભી જાય છે. પિતા સામે જોતાં તેની આંખો પણ ધુંધળાશ અનુભવે છે.
"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
0 comments:
Post a Comment