Saturday, October 30, 2010

poem


હવાથી પણ છૂટીએ – સુધીર પટેલ


કશું ના જોઈએ ચાલો, કશાથી પણ છૂટીએ;
અમસ્તું એટલું છે, એટલાથી પણ છૂટીએ !
નદી માફક વહીએ, બોજ ના કોઈ લહીએ;
રહીએ ત્યાં વસીએ નહિ, જગાથી પણ છૂટીએ !
ફરીએ પંખી જેવું ડાળ ડાળે, પાંદ પાંદે;
અખિલમાં એવું ભળીએ કે બધાથી પણ છૂટીએ !
રહે ના કોઈ વળગણ ને હટે સૌ એમ અડચણ,
ભરીએ શ્વાસ એવા કે હવાથી પણ છૂટીએ !
કહેવું હો સહજ ને હો સહજ રહેવુંય 'સુધીર',
કરમ છે છૂટવું તો એ જફાથી પણ છૂટીએ !


"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.



0 comments: