શ્રદ્ધા કે વિશ્વાસ વગર તો આ જગતનું અસ્તિત્વ જ ન હોત. એક ડગલું માંડ્યા પછી તમે બીજું ડગલું માંડી જ ન શકો-જો તમને શ્રદ્ધા ન હોય કે પૃથ્વી ખસી નહિ જાય.
લોકમુખે સાંભળેલી એક વાત છે કે એક ડરપોક પંખીને આકાશ ટકી રહેશે એવી શ્રદ્ધા નથી. એને ડર છે કે આકાશ નીચે પડશે. એથી એ પોતાના બે પગ ઉંચે રાખીને સૂએ છે જેથી આકાશ પડે તો તેને રોકી શકાય. આ શું છે? તેને આકાશમાં શ્રદ્ધા ભલે નથી, પણ પોતાના પગમાં પૂરેપૂરી છે. આ સ્વયંસ્ફૂરીત શ્રદ્ધા કયાંથી આવી? આ શ્રદ્ધા બીજુ કાંઈ નહિ, ઈશ્વરીય દેન છે જે આપણા બધામાં સ્વાભાવિક રીતે જ અસ્તિત્વ ધરાવે છે. ભલે આપણે આપણી જાતને "શ્રદ્ધાળુ" ગણાવીએ કે નહિ. સવાલ માત્ર એ શ્રદ્ધાને પરમ તત્વ પ્રત્યે વાળવાનો જ છે.
એકવખત એક નાની છોકરીનું રમકડું તૂટી ગયું. રાત્રે સૂતી વખતે એણે ભગવાનને પ્રાર્થના કરી. "હે ભગવાન, મારૂં રમકડું સરખું કરી દેજે." આ જોઈને એના મોટાભાઈએ એની મશ્કરી કરતા કહ્યું, "તૂં મૂર્ખ છો. ભગવાન તારી પ્રાર્થના ક્યાંથી સાંભળવાના છે? છોકરી એ જવાબ આપ્યો, "ચોક્કસ સાંભળશે."
સવારે એના ભાઈએ તૂટેલું રમકડું બતાવતા, ફરી મશ્કરી કરતાં પૂછ્યું, "કેમ, ભગવાને પ્રાર્થના સાંભળી કે?" છોકરીએ કહ્યું, "હા વળી. એમણે મને સમજાવ્યું કે હું હવે મોટી થઈ ગઈ છું એટલે મારે હવે રમકડાંની જરૂર નથી." આ જ શ્રદ્ધા છે. એ ભલે ચમત્કારો ન સર્જે, પણ એ જીવનની વિવિધ પરિસ્થિતીઓમાં જીવવાનું બળ જરૂર આપે છે.
"Even This Moment Will Change."
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
"I am not the body. The body is not mine."
"Shivmastu Sarva Jagatah" - May the entire Universe attain Bliss.
0 comments:
Post a Comment